Friday, February 14, 2014

પ્રેમ પર પી.એચ.ડી?


ના ભાઈ ના મેં પ્રેમ પર પી.એચ.ડી નથી કર્યું. આજે હું અને વીરુ (+virendra makavana) બસ માં હતા ત્યારે વાત થઇ કે ફિલ્મ જોવા જઈએ. તો હજી રવિવાર ની રાહ જોઈએ છીએ

ત્યારે વાત વાત માં વીરુએ મને પૂછ્યું કે યાર તને કદી પ્રેમ થયો? (અઘરો સવાલ) મેં કહ્યું "ના હું એટલો બધો નવરો નથી." મેં સામે થી એને પૂછ્યું કે તને પ્રેમ થયો તો મને કહે "હા થયો ને એક વખત પ્રેમ થયો હજુ સુધી ચાલે છે,  ખાલી છોકરીઓ બદલાય છે. અને પાછું દર વખતે મને જ થયો , છેલ્લા મહીને જ બે વખત સાચો પ્રેમ થયો!"

અને પછી તો બોલવાનું ચાલુ કરી દીધું કે "યાર મારું દિલ તો દરિયો છે એક લોટો કોઈ ઝમકુડી આવીને ભરી જાય તો પણ બીજીની રાહ જોવાય." મોટોમસ શ્વાસ ભરી ને મને કહે  "આ valentine week જેવું કઈ હોવું જ ના જોઈએ યાર આપણા જેવાનું શું થાય? ટેડી દિવસ ને હગ દિવસ ને પ્રોમિસ દિવસ ને પ્રપોઝ દિવસ ને આવું બધું કોણે  કાઢ્યું?" મેં કીધું કે "જેણે પ્રેમ પર પિએચડી કર્યું હશે એણે જ આવું કૈક વિચારવાનો મોકો મળ્યો હશે."

મને કહે "યાર લોકો પ્રપોઝ કઈ રીતે કરતા હશે મને તો પાણીપુરી ખાધા પછી કોરી પૂરી માંગતા પણ શરમ આવે છે." મેં કહ્યું જો પ્રપોઝ કરવો હોય તો 1 એપ્રિલ ના દિવસે કરવો જોઈએ હા કહ્યું તો મજ્જો અને ના કહે તો "એપ્રિલફૂલ" તો છે જ ને. પોતાનો ઉભરો ઠાલવવા ફરી થી મને કહે કે "વેલેન્ટાઇન ડે ના ધતિંગ તો ફક્ત નાના નાના બાળકો માટે છે જો અસલ માં પ્રેમ હોય તો કડવા ચોથ નું વ્રત કરી બતાવે બન્ને." (વાત માં દમ છે.)

અને પ્રેમ માં એવા એવા શબ્દો બોલે ને કે આપણને થાય કે પ્રેમ કરવા જેવો છે. એ વાક્યો ખબર છે?
1. પ્રેમ આંધળો હોય છે.
2. પ્રેમ કદી મરતો નથી.
(1. અને 2. નું મિશ્રણ)
3. આંધળો પ્રેમ કદી મરતો નથી. (તો શું જોઈ શકતો હોત તો મરી જાત? just kidding.)

અને હવે તો દસમાં ધોરણ માં ભણતા છોકરાવ ને પણ રવિવાર ની રજા નથી ગમતી. કેમ? (ખબર છે ને)
એટલે એવું કહી શકાય કે ત્યારથી જ પ્રેમ પર પીએચડી ચાલુ થઈ જાય. અને આ પ્રેમભર્યા અઠવાડિયા માં છોકરાઓ તો ગોતા મારી ખાય, પણ છોકરીઓ તો પૂરે પૂરો લાભ ઉઠાવે.

એક છોકરી ગીફ્ટસ અને કાર્ડસ ની દુકાને જઈ ને કહે કે મને એવું કાર્ડ બતાવો જેના પર લખ્યું હોય કે "હું ફક્ત તારી જ છું." દુકાનદારે ખુબ શોધખોળ કરી ને કાઢી આપ્યું પછી છોકરી બોલી કે "આવા આઠ આપો."

સાંઈરામ ની ભાષામાં કહીએ તો "બે પાણી ના ટીપા એક થાય પછી દુનિયા ની કોઈ તાકાત એને અલગ ના કરી શકે આ એટલે પ્રેમ." આના વિષે બોલતા તો આખો જન્મારો નીકળી જાય પણ ખતમ ના થાય એટલી બધી વાતો છે. તો મળીએ આગળ ની પોસ્ટ માં.



લબૂક :-
                   "એ ઉભા હતા હિંચકા પાસે જયારે બઘીચામાં,
                   ત્યારે મારા મન, દિલ, આંખ, પગ ની નઝર,
                       એમની તરફ અને હાથ હતા ખિસ્સામાં  "

No comments:

Post a Comment