Wednesday, March 19, 2014

હોળી - 2014

હોળી આવી ને ગઈ. સાલું આવું બધા તહેવારો માં થાય છે. સ્પેશીઅલી આપણો મનગમતો તહેવાર હોય અને જો કંઈક યાદગાર નાં બને અને મજા આવે એવું નાં થાય ત્યાં સુધી મન ને સંતોષ નથી થતો.

દર વખતે કોઈ તહેવાર હોય તો એ તહેવાર ની આગળ "હેપ્પી" લગાડી ને એક જ શબ્દ નો વરસાદ શરુ થઇ જાય. ફેસબુક કે વોટ્સએપ માં એક જ શબ્દ અલગ અલગ રીતે કહેવામાં આવે..
એ પછી લાસ્ટ માં પોતાના રંગ વાળા ફોટોસ મૂકી ને સેલીબ્રિટી બની જાય.

"હેપ્પી હોલી", 

 મારી વાત કરું તો મેં આ વખતે ધૂળેટી નથી મનાવી. હા પણ ઘણા લોકો ને બઉ જ મજા આવી હશે તો બીજા ઘણા તો રાહ જોતા હશે કે ક્યારે હોળી આવે. હા મજા ની વાત છે ત્યાં સુધી ઠીક પણ એની પાછળ નો ભાવાર્થ ખબર નઈ હોવો એ આપણા માટે ગૌરવ ની વાત નથી.

મેં પહેલા પણ વાત કરી હતી. મહાશિવરાત્રી - 2014 વાળી પોસ્ટ માં. હોળી ના પર્વ માં પૌરાણિક કથા જોડાયેલી છે. જેને જાણવી અનિવાર્ય છે. સાલું પણ અહી તમને જ લાગે કે આ પોસ્ટ લખે છે કે નિબંધ લખવા બેઠો છે.

પણ આ વખતે દેશ-વિદેશ થી મહેમાનો આપણા દેશ માં આવ્યા હતા. દર વર્ષે આવે જ છે. ભારત નો દરેક તહેવાર ખુબ જ મસ્ત હોવાથી વિદેશીઓ અહી થી ક્યાય જાય જ નઈ અને આપણને "ઘર કી મુર્ગી દાલ બરાબર" છે.

ભારત ની સંસ્કૃતિ આજની પેઢી ને ગળે ઉતારવી કઠણ છે. હાલ ગામ માં હોળી પ્રગટાવાતી હતી. મારા ભાઈબંધ ને એની મમ્મી એ કહ્યું કે "દીકરા ચાલ હોળી ના દર્શન કરવા. એ બોલ્યો કે "નથી આવવું, એમાં શું દર્શન કરવાના!!" આ એક ગ્રંથી જે યંગસ્ટર માં ભક્તિ ને અલગ દિશા માં દોરી જાય છે.

પોતે તો તીનપત્તી રમવા માં મસગુલ હતો.
એવું નથી કે રંગો નો ઉત્સવ ફક્ત ભારત માં જ ઉજવાય છે. આવા જ તહેવાર ઓસ્ટ્રિયા, બેર્લીન, યુરોપ શહેરો માં, જર્મની જેવા બીજા ઘણા દેશો માં આ જ તહેવાર ઉજવવામાં આવે છે. પોતાની અલગ અલગ વિશેષતાઓ સાથે. ભારત તહેવારો નો દેશ છે, ઋષીઓ નો દેશ છે, સંસ્કૃતિ નો દેશ છે, શ્રદ્ધા નો દેશ છે. જે આપણે કદી નાં ભૂલવું જોઈએ.

જતા જતા એક વાત કહી દઉં કે આપણે પશ્ચિમ નાં દેશો ની કોપી કરીએ છીએ.. જેમ કે,
ફોરેન ના ફોન, કપડા, ફેશન, ફિલ્મ, સ્ટાઈલ,  આ બધું જ આપણને ત્યાનું સારું લાગે પણ ત્યાની સ્વચ્છતા ની નકલ કેમ નથી કરતા. તેઓ દરરોજ ચર્ચ માં જઈને બાઈબલ વાંચે છે. જે આપણને ધ્યાન માં જ નથી.
અહી ના કેટલા યંગસ્ટર "શ્રીમદભગવદગીતા" વાંચે છે. રોજ નઈ પણ જીવન માં એક પણ વખત વાંચી છે??


લબૂક:- 
                          "હવે પૂછું કે તમારા ગાલ, બાલ, તેમજ હાલ કેવા હતા ?
                       આ હોળી વખતે પણ ચર્ચા માં તો રાહુલ અને મોદી જ હતા"




No comments:

Post a Comment